એ યાદ
એ યાદ
વાગોળું છું એ યાદોને,
આજે દિલ ભરાઈ જાય છે.
એ હવાની લહેરખી આવીને,
જખ્મો ને તાજા કરી જાય છે.
શોધું છું એ માનવી ને,
અને વર્ષો વીતી જાય છે.
આવે છે મુસાફિર ઘણા ને,
રસ્તો ઓળંગી જાય છે.
આજે સમય રૂપી એ નદી,
દરિયો બની જાય છે.
જીવનની એ થોડી ક્ષણો પણ,
આજે જિંદગી બની જાય છે.
વહી જાય છે સમય,
અને રહી જાય છે વાતો,
એ માનવીના મૂંગા બોલ આજે પણ,
કાનમાં પડઘો પાડી જાય છે.
