ગમે એવું
ગમે એવું
પ્રભુને રહેવાનું ગમે તેવું મન મંદિર બનાવું
પ્રભુને સાંભળવું ગમે તેવું ગીત બનાવું...
પ્રભુને મળવાનું ગમે તેવું વ્યક્તિત્વ બનાવું,
પ્રભુને જોવાનું ગમે એવું સુંદર દ્રશ્ય બનાવું...
પ્રભુને ફરવાનું ગમે તેવું ઉપવન બનાવું,
પ્રભુને ચાલવાનું ગમે એવો રસ્તો બનાવું...
પ્રભુને મ્હાલવાનું ગમે એવો મેળો બનાવું,
પ્રભુને બેસવાનું ગમે એવો ઢોલિયો બનાવું...
પ્રભુને ઊંઘવાનું ગમે તેવી પથારી બનાવું,
પ્રભુને ગાવાનું ગમે એવું મસ્ત ભજન બનાવું...
પ્રભુને વસવાનું ગમે તેનું સરસ દિલ બનાવું,
પ્રભુને તરવાનું ગમે એવો દિલદરિયો બનાવું...
પ્રભુને રમવાનું ગમે તેવું વૃંદાવન બનાવું,
પ્રભુને વગાડવાનું ગમે એવી વાંસળી બનાવું...
પ્રભુને ફરવાનું ગમે તેવું ગોકુળગામ બનાવું
પ્રભુને વિચારવાનું ગમે એવું જીવન બનાવું...
