STORYMIRROR

Neeta Chavda

Fantasy Inspirational Others

3  

Neeta Chavda

Fantasy Inspirational Others

શું તને પણ યાદ છે

શું તને પણ યાદ છે

1 min
222

રાતભર જાગીને કરેલી એ વાતો,  

ને રાતોમાં જીવેલી એ યાદો,

 શું તને પણ યાદ છે ?


પહેલી વાર મળેલા આપણે પ્રાથમિક શાળામાં,

ને દોસ્તીમાં થતો વધારો એ,

 શું તને પણ યાદ છે ?


ચોરી છૂપીથી ક્લાસમા શીંગ, વટાણા ખાવા,

ને શરમથી પછી પાંપણો ઝૂકાવવી,

 શું તને પણ યાદ છે ?


સ્કૂલ જવા માટે તારું એ રાહ જોવું,

ને મોડા ગયા પછી સરનું એ ગુસ્સે થવું,

 શું તને પણ યાદ છે ?


ક્લાસમાં સરની સામે જતા પહેલાં શું બોલવું એ વિચારવું,

ને સરની સામે આવતાં અચાનક ભૂલી જવું,

 શું તને પણ યાદ છે ?


યાદોમાં આપણે જીવવા,

ને ડોક્ટર બનવા માટેનાં સ્વપ્ન સેવવા,

 શું તને પણ યાદ છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy