તું મળી જાય
તું મળી જાય
બેસું દરિયાકાંઠે ને મોજા રૂપે તું મળી જાય...
જાગરણ હોય આંખોનું ને સપના રૂપે તું મળી જાય..
ચાલતાં ચાલતાં પગ થંભે ને મંજિલ રૂપે તું મળી જાય...
ફેલાતી મારી બાહોમાં હવા રૂપે તું મળી જાય...
ઝૂકેલી પાંપણમાં શરમ રૂપે તું મળી જાય....
ફૂલોની પાંદડીઓમાં સુવાસ રૂપે તું મળી જાય...
સવારની રોશનીમાં સૂરજ રૂપે તું મળી જાય..
કહે જરા
કેવી રીતે ભૂલું તને...
કુદરતી સાંનિધ્યમાં ખુદા રૂપે તું મળી જાય..
ના ઈચ્છા હોવા છતાં પણ મારા માં મને 'તું' જડી જાય.

