પિચકારી
પિચકારી
છે કેમ નિઃશબ્દ રંગહીન પિચકારી આપણી ?
ભર તું નામ રંગોના એમાં,
પૂછ સવાલ મને તું હોળીનો,
ને આપું હું જવાબ,
રંગી ગાલને તારા રંગોથી,
જરા જો ઘરના ઉગાડી ઝરૂખાને,
રહ્યા છે કુસુમો જાણે ફોરમને પામી,
કેસરિયા કેસૂડાની મોસમ છે જામી,
બાળા કોઈ ગાઈને રાગ બિહાગ,
છે કેવી મલકાણી !
કરે છે જાણે નિસર્ગ ઉજાણી,
કહેને કઈંક તો હવે,
છે કેમ નિઃશબ્દ રંગહીન પિચકારી આપણી ?
