STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

મારા રોમેરોમમાં છવાઈ ગયો એ

મારા રોમેરોમમાં છવાઈ ગયો એ

1 min
156

આજે કોઈની આંખોમાં જોવાઈ ગયું,

જાણે મારું હૈયું ખોવાઈ ગયું,


જાણે એનું નામ મારા રોમેરોમમાં છવાઈ ગયું,

પૂછું મારા હૈયાને તું ઘડીભરમાં કેમ એટલું બદલાઈ ગયું ?


એની મસ્તીભરી આંખોમાં હેત છલકાઈ ગયું,

જાણે પ્રેમની મુરત બની એ નામ મારા હૈયે કોતરાઈ ગયું,


મારા દિલની ડાયરીમાં એનું નામ લખાઈ ગયું,

મારું આ પાગલ હૈયું એની મુલાકાત માટે લલચાઈ ગયું,


કહેવું નહોતું તોય કહેવાઈ ગયું,

આમ પ્રેમમાં સુંદર ગીત ગવાઈ ગયું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance