STORYMIRROR

Shaurya Parmar

Inspirational Romance

2.3  

Shaurya Parmar

Inspirational Romance

થોડો સાથ આપે તું !

થોડો સાથ આપે તું !

1 min
747


આ સવાર પડી,

સાંજ સુધીતો જીતી જઈશ હું,

બસ જો થોડો સાથ આપે તું,

આ સવાર પડી !


જો અંધકાર ગયો ને પ્રકાશ આવ્યો,

નવી આશા નવા કિરણો લાવ્યો,

જ્યાં સુધી જીતીશ નહીં,

થાકીશ નહીં હું,

બસ જો થોડો સાથ આપે તું,


ઉમંગ નવો, ઉત્સાહ નવો,

સાંજ સુધીતો બાદશાહ નવો,

અંત સુધી હાથ પકડજે,

હારીશ નહીં હું,

બસ જો થોડો સાથ આપે તું,


ઠંડી છે, ગરમી છે, વરસાદ પણ હોય,

મારગમાં મેઘના ઘુઘવાટ પણ હોય,

ડર નથી, અડગ મને ચાલુ છું હું,

બસ જો થોડો સાથ આપે તું,


શ્વાસ મારા દાસ છે,

મિત્રો એવા ખાસ છે,

હરીફ હવે ઉદાસ છે,

આ કેવો ઉજાશ છે !

હવે તો રણશિંગા ફૂંકાશે,

ને વાગશે નગારા,

પુરસ્કાર જીતીશ હું,

બસ જો થોડો સાથ આપે તું !


આ સવાર પડી,

સાંજ સુધીતો જીતી જઈશ હું,

બસ જો થોડો સાથ આપે તું,

આ સવાર પડી !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational