STORYMIRROR

Mahendra Rathod

Others Romance

4  

Mahendra Rathod

Others Romance

કદર

કદર

1 min
3.6K


હું તને કૈક મારી વેદના કહું,

હું તને રોજ મારા દિલથી ચહુ,

તું મૂકી દે મને એકલો તોય,

ક્ષણ એક તારા વિના ના રહું.


જગતની બધી રીત તને પ્યારી,

મિઠુડી વાત મારી લાગે તને ખારી,

હવે તુજ કહે કે,

તને ક્યાંથી કદર હોય મારી.


રાહની વચાળે ઉભો હું થઇ જાઉં,

કરી યાદ તને મારા હૈયાને રોવડાઉં,

તું ભલે ફેરવી દે તારા નયન મને દેખી,

તોય મારી આંખલાડી તારી કાજે તરસાઉ.


તારા કાજે હૈયાને બનવું ફૂલની ક્યારી,

તોય તારી કદી નજરના ફરકી ન્યારી,

હવે તુજ કહે કે,

તને ક્યાંથી કદર હોય મારી.


તૃણની જેમ કપાયો છું હું વારે વારે,

તને એક ઘસરકોય ના પડ્યો ક્યારે,

હું ઘાવને સાફ કરી રડ્યા કર્યો એકલો,

તને તોય દર્દ ના થયું કોઈ અણસારે.


હું ભૂલી જાવ બધું જ્યાં થાય તું બિચારી,

જ્યાં પતે કામ તો આ ગરજ પતે મારી,

હવે તુજ કહે કે,

તને ક્યાંથી કદર હોય મારી.



Rate this content
Log in