STORYMIRROR

Mahendra Rathod

Others Romance

4  

Mahendra Rathod

Others Romance

તારી સંગાથે

તારી સંગાથે

1 min
4.2K


હું યે મોત માંગવા ઉભો હતો એ કતારમાં,

કારણ તને માગવી હતી બીજા અવતારમાં.


આ ભવે તો ક્યાં તનેય વખત છે મળવાનો,

એટલે જ મરીને તને મળવું છે પળવારમાં.


વર્ષો સુંધી રાહ જોવાની હિંમત ક્યાં મારામાં,

હું આજની રાતે મરું ને મળું વહેલી સવારમાં.


જીવ્યો છું સૌ માટે તોય ક્યાં કોઈ છે મારું,

હવે એક જ મનસા છે કે જીવવું તારા દિદારમાં.


હું શીખ્યો નથી કશું બધું શીખવ્યું છે બધાએ,

છોડી જગતને બસ મારે આવવું તારા સંસારમાં.


હું યે મોત માંગવા ઉભો હતો એ કતારમાં,

કારણ તને માગવી હતી બીજા અવતારમાં.


Rate this content
Log in