Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahendra Rathod

Others Romance

4  

Mahendra Rathod

Others Romance

હું તમારી વેલડી

હું તમારી વેલડી

1 min
1.6K


ટીંગાયેલી તસ્વીરમાંથી નિત જોઉં તારા ભણી,

હું લીલુડી વેલડી તારા આંગણના ઉપવન તણી.


જીવતર કેરી ભીંત તમે મારી એવી રે હતી ચણી,

જાતે કરીને દીધા ઘાવ ને એ ભીતને મેં જ હણી.


કાળજાથી મારી જાત જુદેરી તમે ક્યાંય ના ગણી,

હું ભૂલી શું ભાન એવું કે તારી વેદનાઓ અવગણી.


પલકારો પણ દોહ્યલો કરી રેશમ સરીખી મને વણી,

હું કટાયેલું લોહ ને આપ જ હતા મારા પારસમણી.


ટીંગાયેલી તસ્વીરમાંથી નિત જોઉં તારા ભણી,

હું લીલુડી વેલડી તારા આંગણના ઉપવન તણી.


Rate this content
Log in