જિંદગીમાં
જિંદગીમાં
રસ્તાઓ ક્યારે પૂરા થાય એકલતામાં
ને નવી પગદંડીઓ શોધી લેવાય છે
થોડોક સમય વિતાવું તર્કમાં ને પછી
થોભી જાઉં છું ગહન જિંદગીમાં
હાફેલું જળાશય ઊંઘે છે નિરાંતે
પથ્થર ડુબાવી તરંગો જગાડી દે
વળી વેદનાઓ ધ્રૂસકે ચડે છે
ને એમ જ વિતી જાય એ ક્ષણો
સતત ઉજાગરાથી પવન ફૂંકાતો
તેના પર ભાર છે ચારે બાજુ ફરવાનો
ઋતુને મળી કાવતરાં ઘડે છે
એવુંય અજુગતું થાય જિંદગીમાં
ઘોર નિંદ્રામાં હોવું જરૂરી ક્યાં હોય
શીતળતાની હદ પાર થઈ જાય છે
હિમાલયથી ઘણો લગાવ તોય
ક્યારેક બરફ જામી જાય છે જિંદગીમાં
સતત ગતિમાન છે જીવનચક્રને
મુજથી થોભી જવાય છે મઝધારમાં
મિત્ર સંજોગોવસાત ક્યારેક
એવુંય થાય છે જિંદગીમાં
રચયિતા :-✍️ કમલેશ રબારી ઘાણાં
