STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

જંગલ જંગલ ભટકવું છે મારે

જંગલ જંગલ ભટકવું છે મારે

1 min
125

મારે તો જંગલ જંગલ ભટકવું છે,

વગર નકશા એ રખડવું છે,

પંખી બની આકાશને ચૂમવું છે,

ઝરણું બની મીઠું ગાન ગાવું છે,


પતંગિયું બની ફૂલનો સ્પર્શ માણવો છે,

ભમરો બની બાગે બાગે ભમવું છે,

પવન બની મહેકની મિત્રતા માણવી છે,

આમ આ પ્રકૃતિને મારે અંતરથી જાણવી છે,


વાદળી બની વરસવું છે,

નદી નાળા છલકાવવા છે,

આ ભૂલકાંઓના ચહેરા પર મુસ્કાન જોવી છે,


આ મયુરનું કથ્થક નૃત્ય જોવું છે,

વડલાની ડાળે હિચકવું છે,

આ નદીમાં છબછબિયાં કરવા છે,


મારે તો પંખી બની વન વન ભમવું છે,

કુદરતના બેનમૂન સર્જનને મારે,

આંખોમાં ભરવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy