STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy Inspirational

3  

Kaushik Dave

Drama Fantasy Inspirational

આકાશ અને તારા

આકાશ અને તારા

1 min
575

એકલા એકલા રહેવું ના ગમે

રાત્રે તો ધાબા ઉપર,


આકાશી દર્શન કરવાનો શોખ

ના જાણું નક્ષત્ર જ્ઞાન,


છતાં પણ નિરખું ખુલ્લા આકાશમાં

લાગે મને બહુ સરસ,


ટમટમતા તારલાઓ જોવાને ગમતા

જાણે આંખો મીંચીને પલકાર કરતા

એવું દ્રશ્ય લાગે પ્યારું,


તારાઓ ચંદ્ર સાથે વાતો કરતા

ધીરે ધીરે એ કંઈક પણ કહેતા,


કેવા ચમકતા આપણે તારલા ?

માનવો કેમ હવે નથી માનતા !


મહેનતથી ચમકે છે કિસ્મત

એવું કેમ માનવો નથી માનતા !


એનર્જી અમારી ખૂટતી ત્યારે

અમે પણ અવકાશમાં ઓગળતા !


માનવીને આપો અમારો સંદેશ

વિશાળ દિલ રાખી કરો મહેનત


જુઓ તમે કરજો આકાશદર્શન

ધ્રુવના તારલાથી કંઈક તો શીખો


ઈશ્વરે આપ્યું આટલું સારું જીવન

સંપીને કેમ નથી રહેતા !


અહમ્ છોડો,ધરતીને જોજો

માબાપની સેવા કરજો...


બસ આટલું કહીને તારલા અટક્યા

ક્ષિતિજે બાય બાય જ કહેતા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama