STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Fantasy Others

3  

Rupal Sanghavi "ઋજુ"

Fantasy Others

આલ્બમ

આલ્બમ

1 min
147

જૂનો આલ્બમ અમારાં લગ્નનો,

આજે ફરીથી જોયો ! ઘણા વરસે,

અતિતના યુવાન ચહેરાઓને ઓળખવા,

વર્તમાનની ઝાંખી નજરો તરસે.


ફરતાં પાનાઓમાંથી ઘણા,

અદૃશ્ય! થઈ ગયેલા ચહેરાઓ હવે ક્યાં મળશે ?.

વખતના વાયરે વિતેલી જીવનની પળોને,

મન હવે તો યાદોમાં જ વાગોળશે.


આદતો, રૂઢીઓ, ને સંસ્કાર,

આજના ચહેરામાં'યે જુની તસવીર જીવંત કરશે.

પાને પાને ફરશે પેઢીઓ, ફેશન,

ને રિવાજ, પણ મૂળનો ભેજ આંખોમાં તરશે.


જ્યાંથી સાથે ચાલ્યાં હતાં, એજ વળાંકે!

ફરી લટાર મારી આવવા મન તરસે.

આલ્બમના પાના છો ફેરવું સમયનો વળાંક

એકવાર ગયેલો પાછો નહીં ફરશે.


નવા આયનામાં અતિતની તસવીરો,

આંખોને, મનને છળશે.

જૂની તસવીરોમાં નવા ચહેરાઓના,

પ્રતિબિંબ નવા રંગ ભરશે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy