શણગાર
શણગાર
મેં તો ખૂબ સજ્યો શણગાર
જોઉં પીયાજીની વાટ
મારા પંચરંગી શબ્દોમાં
તું કેવો લલચાય !
ધીરે ધીરે આવોને સાજન
તારી જોતી વાટ,
હાથમાં લગાવી મહેંદી
તારા નામની લગાવી મહેંદી
સખીઓ પણ કહેતી
મારી મહેંદીનો રંગ લાલ લાલ
આવોને સાજન હોળી આવી રે
રંગોમાં રંગાઈ એ હોળી આવી રે,
હું લાવી રંગ ગુલાલ
સાથે ગુબ્બારા પણ સાત
એ સાતેમા રંગ છે ખાસમખાસ
મારા પ્રિયતમ છે ખાસમખાસ,
જલ્દી આવોને સાજન
આવ્યો રંગોનો તહેવાર
જલ્દી આવોને સાજન
આવ્યો રંગોનો તહેવાર.

