હિંમતથી ડગ ભરતાં રહેજો
હિંમતથી ડગ ભરતાં રહેજો
સદા મહેનત તમે કરતા રહેજો,
ઈશ્વરમાં આસ્થા રાખતા રહેજો.
કરેલું કર્મ કદી ફોગટ જતું નથી,
કર્મના સિદ્ધાંતને માનતા રહેજો.
રજ તમે ધરતાં રહેજો,
પ્રયાસો સદા કરતા રહેજો.
ભલે ને જિંદગી અજમાવે,
હિંમતથી ડગ ભરતાં રહેજો.
