પપ્પા
પપ્પા
પપ્પા એટલે બુલેટ પ્રૂફ જેકેટ,
પહેલી ગોળી પોતે ખાશે પણ સંતાનને બચાવી લેશે,
પપ્પા એટલે ટફન ગ્લાસ,
મુશ્કેલીમાં પોતે તૂટી જશે પણ સંતાનને કંઈ નહીં થવા દે,
પપ્પા એટલે ઘટાદાર વૃક્ષ,
પોતે તડકામાં અડીખમ ઊભા રહેશે પણ સંતાનને છાયો આપશે,
પપ્પા એટલે રેઈન કોટ,
પોતે વરસાદમાં પલળશે પણ સંતાનને નહીં પલળવા દે,
પપ્પા એટલે પરિવારનો મજબૂત આધાર સ્તંભ.
