STORYMIRROR

Khamma patel

Inspirational

4  

Khamma patel

Inspirational

શબ્દ

શબ્દ

1 min
351

શબ્દો પણ ક્યારેક ધારદાર હોય છે

જે વાંચે એની આરપાર હોય છે,


બોલવું ને સાંભળવું બંનેમાં શબ્દો પણ છે,

ફર્ક કે સાંભળનાર લોહી લુહાણ હોય છે,


કોઈ પણ બોલે છે, વાણી સ્વાતંત્ર્ય બધાને,

શબ્દોથી મારનાર ક્યાં તહોમતદાર હોય છે ?


શબ્દ સળગે શબ્દ વળગે શબ્દ ભીંજવે પણ,

શબ્દ ઘાયલ હૃદયની સારવાર હોય છે,


છે શબ્દોની જ રમત બધી જોઈ લો

જીતેલો જંગ ક્યારેક શબ્દોની હાર હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational