STORYMIRROR

Khamma patel

Inspirational Others

3  

Khamma patel

Inspirational Others

વિનવે છે

વિનવે છે

1 min
143

નારી વિનવે જ છે પ્રભુને, ક્યાંય નથી સલામત હું,

જપી જન્મ ભૂલીશ મા, વ્હાલી નથી જગતને હું,


 મા પણ મારી થઈ નહીં, ગર્ભમાં દમ તોડું છું હું,

 ઉકરડે કોઈ તરછોડે કાં દૂધ પીતી થાઉં છું હું,


ભેદભાવની ઠોકર વચ્ચે, નિત નિત પટકાઉ હું,

કરી ઢસરડા ઘરના સઘળા, શિક્ષણ લેવા જાઉં હું,


ગુરુ થયા છે માયવી, ક્યાં નીતિ શીખવા જાઉં હું,

આજુબાજુ વસતા વરુઓ, માને શિકાર તેનો હું,


ક્યાં બચાવી જાત જઈને, ડરી ડરી જીવું હું,

ભોગવવાનું સાધન માને, આ ભોગીથી ક્યાં ભાગું હું,


અહીં વાડ ચીભડા ગળે છે, ફરિયાદ કોને કરું હું,

પેટ પણ તરછોડે છે, આવું જીવતર કેમ જીવીશું હું,


કાં જગત દે નોખું મને, જ્યાં સુખેથી જીવું હું,

કાં જન્મ દેતો નહીં, તને ક્યાં વિનવું છું હું ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational