પિતા
પિતા
થાક ઘણો હતો ચેહરા પર પણ,
અમારી ખુશી માટે અનહદ પરિશ્રમ કરતા જોયા છે.
આંખમાં ઊંઘ હતી પણ છતાં પણ,
ચિંતામાં જાગતા જોયા છે.
તકલીફો ચારે બાજુ હતી પણ,
હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા જોયા છે.
કોઈને તકલીફ વર્ણવતા ન હતા,
પણ અડધી રાતે ખુલ્લી આંખે,
અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે.
પાઈ પાઈ ભેગી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે.
એ ખુશી માટે પોતાના સપનાઓને તૂટતા જોયા છે.
પોતાની પસંદગીની ને ના પસંદ કરી,
અમારી પસંદગીને અપનાવતા જોયા છે,
વ્યક્તિ એક છે પણ વિશેષતાઓ અનેક છે.
પિતા સ્વરૂપે સર્જનહાર ને જોયા છે.
