કલ્પના
કલ્પના
1 min
158
કોઈ કવિની કલ્પના નથી,
કોઈકની આરઝું છું હું.
કોઈ બાગનું ફૂલ નથી,
બસ એક બાગનું પતંગિયું છું હું.
કોઈ મહેકતી સુવાસ નથી,
એક ઠંડી હવાનો અહેસાસ છું હું.
કોઈ કવિની કલ્પના નથી,
કોઈકની જિંદગી છું હું.
કોઈ નિષ્ફળની હાર નથી,
કોઈકની મેળવેલી જીત છું હું.
