હવે ક્યાં દર્દનો બોજ છે
હવે ક્યાં દર્દનો બોજ છે
અમારે તો રોજે રોજ મોજ છે,
હવે ક્યાં કોઈ દર્દનો બોજ છે !
અપનાવી લીધું અમે હકારાત્મક વલણ,
એવી રીતે કરી લીધી અમે સુખની ખોજ છે,
ઉદાસી, દુઃખ, પીડાને કહી દીધું અલવિદા,
અમારી પાસે તો સુખની મોટી ફોજ છે,
આ મનને બનાવી દીધું ડાહ્યું ડમરું,
એટલે અમારે તો રોજે રોજ મોજ છે,
માનવી દુઃખમાં શોધે જો અવસર,
બહાર ક્યાંય નથી ખુશી,
મનમાં જ ખુશીઓનો હોજ છે.
