STORYMIRROR

Krunal Jayswal

Others Romance

3  

Krunal Jayswal

Others Romance

હવે કોઈ અર્થ નથી !!

હવે કોઈ અર્થ નથી !!

2 mins
28.5K


તું તરછોડ્યા કરે અને હું ચાહ્યા કરું

આ હવે મને મંજુર નથી,

તેથી જ તને જોવાનો હવે કોઈ અર્થ નથી.


હું જોવું તને તું જોવે બીજાને,

આ વ્યર્થ પરિસ્થિતિમાં મને રસ નથી,

તને જોવાનો હવે કોઈ અર્થ નથી.


નફરતની પણ હદ હોય છે આ દુનિયામાં,

પણ હવે મને અનુભવાય છે કે,

તને નફરતની સામે મળતાં પ્રેમમાં રસ નથી,

તેથી જ તને જોવાનો હવે કોઈ અર્થ નથી.


તું એકલી નહોતી જે મને પ્રેમ કરતી હતી,

પણ હા તું જરૂર એકલી હતી જેને હું પ્રેમ કરતો હતો,

પણ પ્રેમની આ પરિભાષા મને પસંદ નથી,

અને તને જોવાનો હવે કોઈ અર્થ નથી.


દિલમાં હજીય સૂરજમુખી, જાસૂદ, અને ચમેલી ફૂલ છે,

કિન્તુ પહેલાના ગુલાબ જેવી હવે તાજગી નથી,

અને તને જોવાનો હવે કોઈ અર્થ નથી.


કોલેજમાં જે જગ્યા એ ફરતા હતા ત્યાં આજે પણ ગુંજે છે

એ આપેલા સોંગનો, આખી જિંદગી સાથે રહેવાના સંવાદો

અને આપણો અનેરો નાતો, બસ નથી ગુંજતી

તો બસ તું અને તારી વાતો.


માફસર ફરવાનું, માફસર મળવાનુ અને માફસર બોલવાનું

આ માફસર ફરવાનું, મળવાનું, અને બોલવાનું

મને હવે પસંદ નથી,

તેથી તને જોવાનો હવે કોઈ અર્થ નથી.


મારા પ્રેમને ભલે લોકો દિવાનગી કહે

પરંતુ મને આ પ્રેમ, મિલન, પ્રતીક્ષા અને ઝંખનામાં રસ નથી

તેથીજ તને જોવાનો હવે કોઈ અર્થ નથી.


લોકો હવે મને એકાંતમાં બેસી રહેવાનું કારણ પૂછે છે,

પણ હવે મને સમજાય છે કે જે રેખા હાથ માં છે જ નહી,

એને પામવા માં કોઈ તથ્ય કે તર્ક નથી,

અને તને જોવાનો હવે કોઈ અર્થ નથી.


એટલેજ તો તારા ક્લાસની આગળ લોકોની નજર રહે છે

કેમ કે હવે એમને પણ ખબર છે કે

અહીં એક શાયરની ગઝલ રહે છે,

આમ એકતરફી સબન્ધોમાં હવે મને કોઈ રસ નથી

અને હવે તને જોવાનો કોઈઅર્થ નથી.


અમુક સબંધો કરતા તો રમત સારી,

કમ સે કમ કોઈ એક તો હાર સ્વીકારે,

ભલે તું જીતી ને હું હાર્યો પણ

મારી હાર જેવો દમ એ તારી જીતમાં નથી,

અને તને જોવાનો કોઈ અર્થ નથી.


હું કદાચ બોલું પણ તું સાંભળી ના શકે,

લખું તો કદાચ વાંચી ના શકે,

અને વાંચે તો સમજી ના શકે,

આવી મારી ગઝલનો પણ કોઈ અર્થ નથી

તેથીજ તને જોવાનો હવે કોઈ અર્થ નથી.


Rate this content
Log in