Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

મનની વાત

મનની વાત

1 min
14


તારો ચહેરો દરરોજ જોવો ગમે છે,

તારી નજરથી ઘાયલ બનવું ગમે છે,

એક તું જ છો મારા દિલની તસ્વીર,

તને મારા દિલમાં કેદ કરવી ગમે છે.


તારી સુંદરતાની મહેંક માણવી ગમે છે,

તારા મોહમાં ડૂબવાનું ખૂબ જ ગમે છે,

એક તુ જ છો મારા સપનાની સુંદરી,

તારો પડછાયો બનીને ફરવાનું ગમે છે.


તારી દરરોજ વાટ જોવાનું ગમે છે,

તારી મુલાકાત માટે તડપવું ગમે છે,

એક તું જ છો મારા દિલની ધડકન,

તારા પ્રેમમાં તરસ્યા રહેવાનું ગમે છે.


તારી ઉપર રોફ જમાવવાનું ગમે છે,

તારી સાથે રક ઝક કરવાનું ગમે છે,

એક તું જ છો મારા જીવનમાં "મુરલી",

મારા મનની વાત તને કરવાનું ગમે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance