STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational Thriller

4  

Dhanjibhai gadhiya "murali"

Inspirational Thriller

માસ્ક

માસ્ક

1 min
0

દરેક માનવના ચેહરા ઉપર, નજર આવે છે માસ્ક,
જુઠ્ઠાની બોલબાલા થી, જટિલ બન્યો છે માસ્ક.

અધરો પર શબ્દો સુંદર, હાથમાં સંતાડેલું ખંજર,
વિશ્વાસ કરવો મુશ્કેલ છે, ચહેરા ઉપર છે માસ્ક.

સ્નેહભર્યા સંબંધોમાં ખુદને, શોધી રહ્યો છે માનવી,
સમય સાથે માનવ બદલ્યો, ચહેરા ઉપર છે માસ્ક.

દેખાવ કરે સારા કર્મોનો, રમે છે શતરંજની ચાલ,
જ્યાં જુઓ ત્યાં ષડયંત્ર, ચહેરા ઉપર છે માસ્ક.

પ્રભુને પણ છોડે નહીં, મતલબથી નમાવે છે શીશ,
જોઈ રહ્યા છે તેને પ્રભુજી, ચહેરા ઉપર છે માસ્ક.

સૌને મુઠ્ઠીમાં રાખીને માનવ, કરે છે જુલમ-સિતમ,
ભાવ ચહેરા નથી વંચાતા, ચહેરા ઉપર છે માસ્ક.

"મુરલી" મંથન કરી રહ્યો છે, વ્યગ્ર બન્યું છે મન,
શું કરવું? કોને કહેવું? કોણ દૂર કરશે આ માસ્ક.

રચના:ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational