STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

4  

Chaitanya Joshi

Inspirational Others

પ્રભુની અરજી.

પ્રભુની અરજી.

1 min
26.7K


એક અરજી મળી છે તારી,

જેમાં 'મા' બનવાની ખ્વાઈશ છે તારી.

આમ તો તું સર્વોપરીને સર્વશ્રેષ્ઠ છે. 

એથી જ બ્રહ્મા કદાચ ગ્રાહ્ય રાખે તો નવાઈ નહીં. 

પણ.. તારે તો આદત છે સાંભળવાની, 

પ્રશસ્તિ, સ્તોત્રોને સ્તવનો.


તારે તો આદત છે પ્રાર્થના કરાવવાની, 

તારે તો આદત છે માનભોગ મેવા આરોગવાની.

એ ત્યાં નહીં બને.

ભોગ આરોગવાને બદલે ભોગ આપવો પડશે.

હીરનાં ચિર છોડીને ભીનામાં સૂવાનું! 

પોતે ભૂખ્યા રહી બીજાને જમાડવાનું, 


ત્યાગ, સમર્પણ અને બલિદાન આપવાનું. 

બીજાઓની ઇચ્છા પૂરી કરવા મથવાનું.

તારી જશરેખા તારે જ ભૂંસવાની...!

બોલ ..! ફાવશે તને આ બધું..?

રહેવા દે પ્રભુ પડતો મેલ વિચાર.

"મા" થવામાં નહિ પરંતુ એનાં ૠણી રહેવામાં જ મઝા છે..!!!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational