હાર જીત
હાર જીત
હારી જવાથી જીતનો આધાર મળી ગયો,
હસતો રહ્યો એટલે જ શાનદાર બની ગયો.
ઠોકરો મળી છતાં હું કદી પણ પટક્યો નથી.
ઠોકરો ખાધા પછી જીતનો માર્ગ ખુલી ગયો.
હારી ગયો છતાં હું કદી નિરાશ બન્યો નથી,
જીંદગીનો ખેલ જીતવા કટીબદ્ધ બની ગયો.
ભલે સમય બદલાયો તો પણ હું ઝુક્યો નથી,
જીત મારી જોઈને સમય પણ શરમાઈ ગયો.
હારમાં મેંં ઘણું ગુમાવ્યું તેનો શોક કર્યો નથી,
અંતે જીંદગીમાં જીતનો સૂર્યોદય થઈ ગયો.
'મુરલી' જીત મળી છતાં હું હાર ભૂલ્યો નથી,
જીંદગીનો ખેલ જીતતા જયઘોષ થઈ ગયો.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)
