મૌનની ભાષા-પ્રેમ
મૌનની ભાષા-પ્રેમ
મૌનની ભાષાએ હ્રદયની વાત કહી દીધી,
આંખોના પલકારે સાચી વાત કહી દીધી.
કંઈ જ બોલ્યા વિના થઈ પ્રેમની અનુભૂતિ,
ધડકનના તાલે મને મુલાકાત કરાવી દીધી.
હોઠો રહ્યા શાંત છતાં શબ્દો ખીલી ઊઠ્યાં,
નજર મળતાં પ્રેમની જામ છલકાવી દીધી.
હ્રદયનું અંતર પણ ક્ષણમાં ઓગળી ગયું,
મૌનની છાયાએ વહેતી હવા થંભાવી દીધી.
પ્રેમ સાચો હોય તો પુરાવાની જરૂર નથી,
વિશ્વાસે એક સ્મિતમાં મહેંક ફેલાવી દીધી.
'મુરલી' મૌન એ છે પ્રેમનો સૌથી મધુર સ્વર,
મૌનની ભાષા થી તેને હ્રદયમાં વસાવી દીધી.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

