ગુરુની કૃપા
ગુરુની કૃપા
ગુરુ જ્ઞાનનો દીપ પ્રગટાવે અંતરના અંધકારે,
જીવનપંથને શણગારે સત્યના દિવ્ય સહારે.
ગુરુ ચરણમાં નમન કરું, શ્રદ્ધાના પુષ્પ ચઢાવું,
એમના આશીર્વાદથી, જીવનને સફળ બનાવું.
ગુરુ છે ગંગા સમ પાવન, ગુરુ છે ગીતા જ્ઞાન,
ગુરુ વિના અધૂરી રહે છે, મારા જીવનની શાન.
સંસ્કારના બીજ વાવી, માનવતાનો પાઠ ભણાવે,
પ્રેમ, દયા અને કરુણાથી, જીવનદીપ ઝગમગાવે.
અજ્ઞાનના તિમિર હરાવી, ચેતનાનો સૂર જગાવે,
સદૃમાર્ગે ચાલવાની પ્રેરણા, મારા હૃદયમાં પ્રગટાવે.
વગુરુ કૃપાથી ખીલ્યું જીવન, મળ્યું સફળતાનું ફળ,
'મુરલી' ગાય ગુરુ મહિમા, શત શત વંદન હરપળ.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)
(સાહિત્યકાર અને સંગીતકાર)
