ધરતીનો સાદ
ધરતીનો સાદ
ધરતીનો સાદ સાંભળો, એ જીવનનો રાગ છે,
માટીની દરેક સુગંધમાં પણ પ્રેમનો જ ફાગ છે.
વૃક્ષો વાવે જે સદા, એ ભવિષ્ય પણ વાવે છે,
વૃક્ષોની શીતળ છાયામાં માનવનો જ ભાગ છે.
નદીઓની નિર્મળ ધારામાં આશાનો શ્વાસ છે,
પ્રકૃતિના આ અંચળ અંદર સુખનો સુહાગ છે.
માનવે લોભથી લીલોતરી લૂંટી, સૂનું કર્યું જગત,
સંયમ જ સાચવી શકે એવો સુવિચાર જાગ છે.
ધરતીને આપો ભરપૂર પ્રેમ, એ તો મા સમાન છે,
એના જ અન્ન-જળ આપણા જીવનનો પરાગ છે.
'મુરલી' પ્રકૃતિનું જતન કરો, આપો હમેશા માન,
ધરતીનો સાદ સાંભળવો માનવનો મહા રાગ છે.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)
