STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational

4  

Dhanjibhai gadhiya "murali"

Inspirational

શબ્દોનું સમ્માન

શબ્દોનું સમ્માન

1 min
0

શબ્દને ઈશ્વર ગણીને એનું સન્માન કરીએ,
શબ્દોનું મહત્વ સમજીને તેને પવિત્ર કરીએ.

 કડવી વાણી દ્વારા કોઈને કદી દુઃખ ન પહોંચે, ​
મધુર વાણી બોલવાનો હમેશા પ્રયાસ કરીએ.

જીવનમાં મૌનનું મહત્વ છે અનેક પ્રસંગોએ,
દરેક પ્રસંગોમાં પણ શબ્દોનો આદર કરીએ.

શબ્દોનો મહિમા છે આ જીવનમાં અપરંપાર,
શબ્દ એ જ બ્રહ્મ છે તેની આરાધના કરીએ.

કોઈના દુઃખી હ્રદયને જે આપે સ્નેહ અપાર,
એવી જ મધુર વાણીનું કાયમ ઉત્થાન કરીએ.

શબ્દો હ્રદયને ધડકતુ રાખે અને વહાવે શ્વાસ,
'મુરલી' કિંમતી શબ્દોનું હરપળ જતન કરીએ.

 રચના:ધનજીભાઈ ગઢીયા 'મુરલી' (જુનાગઢ)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational