વિશ્વાસ
વિશ્વાસ
જીવનમાં એક અનમોલ આધાર છે વિશ્વાસ,
સંબંધોમાં સ્નેહની સરિતા વહાવે છે વિશ્વાસ.
જીવનના દરેક પગલે પગલે ફેલાવે છે પ્રકાશ,
મુસીબતમાં હમેશા ઉત્સાહ વધારે છે વિશ્વાસ.
સફળતા પ્રાપ્ત કરવા મનમાં જગાવે છે સાહસ,
નિરાશ મનને અદૃભૂત શાંતિ આપે છે વિશ્વાસ.
પ્રેમ જ્યોત હ્રદયમાં પ્રગટાવી દૂર કરે છે નફરત,
દુશ્મનો ને પણ દોસ્ત બનાવી નાખે છે વિશ્વાસ.
સમય ખરાબ આવે તો જીવન બને છે સુમસાન,
નવી આશાની કિરણો મનમાં લાવે છે વિશ્વાસ.
પરિસ્થિતિ કોઈપણ હોય, કદી ન ડરતો 'મુરલી',
જીંદગીનો કઠીન પણ ખેલ જીતાડે છે વિશ્વાસ.
રચના:ધનજીભાઈ ગઢીયા 'મુરલી' (જુનાગઢ)
