તારી ફરિયાદ
તારી ફરિયાદ
ફરિયાદ તારી ઉદાસીને હું છુપાવી રહ્યો છું,
એકલતા ભરેલા હ્રદયને સમજાવી રહ્યો છુ.
મારી હાલતની કદીપણ તે નથી કરી દરકાર,
દુઃખની આ આગમાં હું રાખ બની રહ્યો છું.
ખોવાઈ ગયો હતો હું તારા પ્રેમના સપનામાં,
સપનાનો મહેલ હવે હું તુટતો જોઈ રહ્યો છું.
તારી મુલાકાતથી ખીલી હતી પ્રેમની વસંત,
હવે પાનખર જેવી જીંદગી હું જીવી રહ્યો છું.
તારા ગયા બાદ હું શોધી રહ્યો છું દિન રાત,
શહેરની ગલીયોંમાં હું તને સાદ કરી રહ્યો છું.
તારી અને મારી મુલાકાત ક્યારેય થશે કે નહીં,
છતાંપણ કલ્પનાના દરિયામાં હું ડૂબી રહ્યો છું.
ફરિયાદ તો મારા મનમાં તારી ઘણી છે "મુરલી",
આજે પણ હુ તારી રાહ હરપળ જોઈ રહ્યો છું.
રચના :- ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જૂનાગઢ)

