દર્પણ
દર્પણ
ચહેરાને રોજ દર્પણમાં જોતો રહ્યો છું હું,
ચહેરા પાછળનું સત્ય શોધતો રહ્યો છું હું.
દર્પણ તો કરે છે માત્ર સુંદરતાની જ વાતો.
નજરમાં રહેલ વાતને છુપાવી રહ્યો છુ હું.
મારા ચહેરામાં છુપાવયેલ છે અનેક ભાવો,
દર્પણમાં ચહેરાના ભાવો વાંચતો રહ્યો છું હું.
દર્પણ કદી પણ જુઠાણું બોલતું નથી અહીં,
મનમાં રહેલ ભ્રમથી ખુદને છેતરી રહ્યો છું હું.
મારો અને દર્પણનો સંબંધ છે ઘણો જ જુનો,
ચહેરાને સમજવા દર્પણ ને પુછી રહ્યો છું હું.
દર્પણ બતાવે ચહેરો, હૃદય કદી નહી 'મુરલી',
એટલે જ ખુદને શોધવા માટે મથી રહ્યો છું હું.
રચના - ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)
