STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

મારી ખામોશ સ્થિતિ

મારી ખામોશ સ્થિતિ

1 min
14

રાતની શરૂઆત ધીમી થઈ રહી છે,

તારાઓ મધુર સ્મિત કરી રહ્યા છે,

વિતેલો દુઃખદ પ્રસંગ યાદ કરીને હું

ખામોશ બનીને બેસી રહ્યો છું.


મહેફિલ ગઝલની જામી રહી છે,

શાયરીની રમઝટ બોલી રહી છે,

તેના ચહેરાને નિહાળુ છું છતાં હું, 

ખામોશ બનીને બેસી રહ્યો છું.


જામની પ્યાલીઓ ટકરાઈ રહી છે,

મહેફિલમાં મદહોંશી છવાઈ રહી છે,

સામે જ આવીને તે બેઠી છે છતાં હું,

ખામોશ બનીને બેસી રહ્યો છું.


તેનો હાથ માથા પર ફરી રહ્યો છે,

રોમ રોમ સ્પર્શથી લહેરાઈ રહ્યું છે,

અચાનક તેના આલિંગનથી "મુરલી",

ખામોશીને પળમાં ભૂલી રહ્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance