STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તારા રંગમાં રંગાઈ જવું છે

તારા રંગમાં રંગાઈ જવું છે

1 min
25

તારા રંગમાં મારે રંગાઈ જવું છે,

તારા પ્રેમની વર્ષામાં ભિંજાઈ જવું છે,


જોને સાવ સૂનો છે તારો આ સંસાર,

સંગીતના સાત સૂર બની રેલાઈ જવું છે,


નથી જોઈતી દુનિયાની મોંઘી મોલાતો,

બસ તારા હૈયે મારે છવાઈ જવું છે,


શોધી ના શકે દુનિયામાં કોઈ પણ મને,

એવી રીતે તારા હૈયામાં સંતાઈ જવું છે,


યાદ કરે દુનિયામાં લોકો સદા આપણું નામ,

એવું મારે ઈતિહાસમાં અમર થઈ જવું છે,


બસ તારા નામ સાથે મારું નામ જોડી,

મને તો આ મહેફિલમાં ચર્ચાઈ જવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance