ખુદાનો ચમત્કાર
ખુદાનો ચમત્કાર
સપનામાં તમે મુજને સતાવો છો,
મારી નિંદ્રા તમે રોજ ઉડાડો છો,
જ્યારે જ્યારે તમે યાદ આવો ત્યારે,
બેચેન મુજને બનાવો છો.
અપ્સરા જેવી તમે લાગો છો,
તમે નજરના જામ છલકાવો છો,
જ્યારે સામે તમે આવો છો ત્યારે,
દીવાનો મુજને બનાવો છો.
રાત રાણીની જેમ તમે ખીલો છો,
મારી આસ પાસ સુગંધ ફેલાવો છો
જરા પાસે આવીને બેસો છો ત્યારે,
મદહોંશ મુજને બનાવો છો.
સુંદરતાની તમે મૂરત લાગો છો,
તમે ખુદાનો અદૃભૂત ચમત્કાર છો,
પ્રેમથી આલિંગન આપો છો ત્યારે,
"મુરલી" ને રોમ રોમ લહેરાવો છો.

