STORYMIRROR

BINAL PATEL

Romance

3  

BINAL PATEL

Romance

ખબર નહિ શું થઇ રહ્યું છે!

ખબર નહિ શું થઇ રહ્યું છે!

2 mins
28.9K


'દૂર રહીને વ્યક્તિનો અહેસાસ આંખોમાં ભરીને અંતરની લાગણીઓને કમલ કાગળ પર કોતરાય ને ત્યારે જ આવી કાવ્યરચના બને.. તો આવો જોઈએ સાત-સમુન્દર દૂર રહેલા જીવનસાથીની યાદમાં લખાતી એક રચના....'


**********ખબર નહિ શું થઇ રહ્યું છે!**********


શબ્દો આજે લાગણીઓને સાથ નથી આપી રહ્યા,

કલમ આજે કાગળથી થોડી અતડી અતડી થઈને ફરે છે,

કહેવું છે એ બધું જ આજે હોઠે નથી આવી રહ્યું,

લખવું છે ને એ બધું જ આજે જાણે આજે અંતરમાં સમાઈ રહ્યું છે,

કોણ જાણે આજે મન આમ-તેમ આંટા જ માર્યે રાખે છે,

ગોકુળમાં જેમ કાહનો માખણની મટકી ચોરી જઈને સતાવે ને,

એમ આજે મારુ મન મને બહુ સતાવી રહ્યું છે,

ખબર નહિ શું થઇ રહ્યું છે!


સવાર પડે ત્યારે સૂરજના કિરણોમાં, સમી સાંજે સંધ્યાની લાલાશમાં,

દીવા ટાણે દીયા-બાતીની જોડમાં, રાત પડે ચંદાની ચાંદનીમાં,

શિયાળે પેલી ઝીણી-ઝીણી ઝાકળમાં ને ઉનાળે પેલા ઝાડ નીચેની ઠંડકમાં,

ચોમાસે ઝરમરતા-ભીંજવતા વરસાદમાં ને ધબકતા આ શ્વાસમાં,

બધામાં બસ આજે કાંઈક ખૂટતું હોય ને એવું લાગી રહ્યું છે,

ખબર નહિ શું થઇ રહ્યું છે!


શ્વાસ ચાલે છે એટલે જિંદગી દોડે છે બાકી,

સમય તો ક્યારનોય રોકાઈ ગયો છે સાહેબ,

ઉડતા પંખીને જોઉં ને તો એવું થાય છે કે,

કાશ!!! કાશ!!!!!!! હું પણ પંખી બની ઉડી શકું,

ઊડતી પાંખે સાત-સમુંદર પાર કરી શકું,

વિચારોને ક્યાં કોઈ સીમા નડે છે દોસ્ત?

આ તો ઘડિયાળના કાંટા જરા ધીમા ફરે છે.

બસ જો ને.. આવું કાંઈક થઇ રહ્યું છે...

ખબર નહિ શું થઇ રહ્યું છે!


Rate this content
Log in

Similar gujarati poem from Romance