STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

મુરલી વગાડું પ્રેમની

મુરલી વગાડું પ્રેમની

1 min
14

નજર તારી ખૂબ કાતિલ છે,

જે મુજને હમેશા ઘાયલ બનાવે છે,

કદીક તો જામ છલકાવી દે વાલમ,

તારા યૌવનના નશામાં મારે ઝૂમવું છે. 


ચહેરા ઉપર તું નકાબ રાખે છે,

તારો ચહેરો જોવાની તમન્ના છે,

કદીક તો તારો ચહેરો દેખાડી દે વાલમ,

તારી સુંદરતાના મોહમાં મારે ડૂબવું છે.


અધરો તારા કમળની પાંખડી છે,

પણ અધરોથી અંગારા વરસાવે છે,

કદીક તો મધુર શબ્દો સંભળાવી દે વાલમ,

તારા પ્રેમની ગઝલ મારે લખવી છે.


તું છેલ છબીલી અને લટકાળી છે,

જે મુજને રોજ સપનામાં લલચાવે છે,

કદીક તો મારા હ્રદયમાં સમાઈ જા વાલમ,

"મુરલી" માં પ્રેમનો રાગ મારે છેડવો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance