STORYMIRROR

Sandip Pujara

Romance

5.0  

Sandip Pujara

Romance

તાણ નહિ કરું

તાણ નહિ કરું

1 min
615


આવી શકે તો આવજે, બહુ તાણ નહિ કરું,

મારી મનોદશાની તને જાણ નહિ કરું,


ભડકે ભલે બળી જતું ઈચ્છાઓનું શહેર,

તારી ગલીમાં આવીને રમખાણ નહિં કરું,


ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ હું રાહ, પણ,

ઈશ્વરને કરગરી, વધુ રોકાણ નહિ કરું,


જે છે દિવાલ, તારા તરફથી તું તોડજે,

તલભાર, મારી બાજુથી ભંગાણ નહિ કરું,


કિસ્સો હ્રદયનો છે, તો હ્રદયમાં જ સાચવીશ,

પુસ્તકમાં છાપી પ્રેમનું વેચાણ નહિ કરું.




Rate this content
Log in

Similar gujarati poem from Romance