STORYMIRROR

Sandip Pujara

Tragedy Classics Others

4  

Sandip Pujara

Tragedy Classics Others

ઝંખના

ઝંખના

1 min
392

વધે છે જે ગતિએ દિનપ્રતિદિન ઝંખના મારી

પૂરી કરવા વધે બમણી ગતિએ સાધના મારી,


કદી ઈચ્છયું નથી, કે થાય જગમાં નામના મારી

પ્રબળ ઈચ્છા ખરી, કે હોય સૌને ચાહના મારી,


થયું શું ? આપવામાં એમણે જો ધાડ ના મારી

હતી જે, એ જ રહી છે પ્રેમ માટે યાચના મારી,


કરું તો કઈ રીતે શંકા કરું એની વફા પર હું ?

મને છોડીને ક્યાં ગઈ છે કદીયે વેદના મારી !


ગજબનું ધૈર્ય છે ને ? કે હજી વિશ્વાસ છે અકબંધ,

નહીંતર સાંભળી છે ક્યાં પ્રભુએ પ્રાર્થના મારી,


હૃદયમાં કોઈના, નાનકડો એક ખૂણો જ ચાહ્યો'તો,

સફળ ના થઈ શકી ક્યારેય, નાની યોજના મારી.


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati poem from Tragedy