કેટલા ?
કેટલા ?
1 min
405
લડવા પડ્યા છે મારે ભીષણ જંગ કેટલા !
સુખની સફરમાં રોજ પડ્યા ભંગ કેટલા !
'ના' આવી એથી તો વધુ આશ્ચર્ય એ થયુંછે એની,
પણ ટપાલના લિખિતંગ કેટલા !
હો પ્રેમનો જો, એમ તો સૌને ચડે નહીં
પહેલા ઉતારવા પડે છે રંગ કેટલા !
એણે કહ્યું"તું 'પ્રેમ તમારો વિષય નથી'
બે ચાર શબ્દમાંય હતા વ્યંગ કેટલા !
સુખદુ:ખ ઘણાય આવે, હું બહુમાન આપુ નહિ,
જાણું છું, કાલ ઉઠીને હશે સંગ કેટલા !
બહુ બહુ તો શ્વાસ, કે પછી ઉચ્છવાસ હોય છે,
કરવાને યાદ એને, બીજા ઢંગ કેટલા !