STORYMIRROR

Sandip Pujara

Drama

4  

Sandip Pujara

Drama

મેં તો કીધું'તુ, યાદ છે?

મેં તો કીધું'તુ, યાદ છે?

1 min
441


રાત આખી જાગશે મેં તો કીધું'તું, યાદ છે ?

તુંં મને સંભારશે મેં તો કીધું'તું, યાદ છે ?


ચાંદ સૂરજ ફૂલ ખૂશ્બુ મધથી મીઠા શબ્દ પણ,

સાવ ફિક્કા લાગશે મેં તો કીધું'તું, યાદ છે ?


ખુદને તુંં ઈશ્વર ગણે તો છો ગણે, ક્યારેક તો

તુંંય મંદિર શોધશે મેં તો કીધું તું, યાદ છે ?


હસતા હસતા તેં ઊડાવી દીધી'તી જે વાતને

એજ આંસુ આપશે મેં તો કીધું'તું, યાદ છે ?


લાગશે ઓછો પ્રસિધ્ધિનો નશો, ને ત્યારે

તુંં મારી ગઝલો વાંચશે મેં તો કીધું તું, યાદ છે ?


શાનથી રાખીશ, ને એને માન એવા દઈશ કે

દર્દ તુંં એ માંગશે મેં તો કીધું તું, યાદ છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama