સંગાથે
સંગાથે


ચાલ સંગાથે મળી કરીએ,
શરૂઆત નવા શમણાઓની.
તારા સહવાસે હું અને મારા સહવાસે તું,
ચાલ બનાવીએ આ એક ક્ષણને
જીવન ભરની સંગીની.
તારા શમણાઓ મારા આજથી,
અને મારા શમણાઓ તારા,
ચાલ સંગાથે મળી કરીએ,
સાકાર સમણાઓ આપણા.
ન ઓળખ હતી, ન કોઇ પહેચાન,
ક્યાં ખબર હતી મને ને તને,
કે બની જશે આ એક ક્ષણની મુલાકાત,
એકબીજાના હૃદયનું કાયમી સરનામું.
અંતે,
દરખાસ્ત છે મારા હૃદયની તારા હ્રદયને,
શુ બનીશ તું હંમેશને માટે મારો સહવાસ ?
જો 'હા' તો ચાલ સાથે મળી કરીએ,
શરૂઆત સંગાથના શમણાની.