STORYMIRROR

Monika Gadhvana

Romance Others

4  

Monika Gadhvana

Romance Others

વહેતી જાવ છું

વહેતી જાવ છું

1 min
417

તારી વાતોના વહાણમાં વહેતી જાવ છું,

શાંત નદીના નીરની જેમ નિખરતી જાવ છું,


તારી આંખોના ઊંડાણમાં ડૂબતી જાવ છું,

અને હું, 'હું' મટી 'તું' બનતી જાવ છું,


ખુદને હું તારા રંગે રંગતી જાવ છું,

તારી વાતોના વહાણમાં વહેતી જાવ છું,


તારી આંખોના ઊંડાણમાં ડૂબતી જાવ છું.

તારી વાતોના વહાણમાં વહેતી જાવ છું,


ઘૂઘવાતા "સાગર"ની જેમ લહેરાતી જાવ છું,

તારા હૃદયના ઊંડાણમાં ખુદની છબી જોતી જાવ છું,


ખુદને હું તારી દ્રષ્ટિથી વિચારતી જાવ છું,

શોધવા બેસું છું ખુદને હું મારામાં 

ને તને પામતી જાવ છું,


તારી વાતોના વહાણમાં વહેતી જાવ છું,

ઘૂઘવાતા "સાગર"ની જેમ ઘૂઘવાતી જાવ છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Monika Gadhvana

Similar gujarati poem from Romance