ગુલાબ લાગે છે
ગુલાબ લાગે છે


હોઠે લાલી ગુલાબ લાગે છે,
સ્મિત તેનો જવાબ લાગે છે.
રોજ રાખી ઉધાર એવી એ,
લાગણીનો હિસાબ લાગે છે.
આવવાની કરો વિનંતી 'ને,
જાત મારી નવાબ લાગે છે.
પી શકું છું હવે ભરી પ્યાલા,
સાવ કોરો શરાબ લાગે છે.
હું નિહાળું નયન કદી તારા,
હાલ મારો ખરાબ લાગે છે.
હોય મારા નસીબમાં ક્યાંથી,
આજ તારો રુઆબ લાગે છે.
એ મળી પણ જશે "ખુશી" લઇને,
રાત દિવસ એ ખ્વાબ લાગે છે.