પ્રણયની ભાષા
પ્રણયની ભાષા


ગાગર મહીંથી ઊર્મિ જો છલકાય અહીં,
એ લાગણી જે ભીતરે મલકાય અહીં,
કાગળ તમારા ભીંજવે અમ અંતર,
શબ્દો જે શ્યાહીમાં ભળી હરખાય અહીં!
શે મેઘ ગાજે છે ગગનમાં આટલાં?
બુંદો જે ધરતીને મળી શરમાય અહીં !
આ વીજળી વાદળ મહીં શાને છુપી?
જોઉં એ આકાશે પ્રિતી ઝડપાય અહીં !
શાને 'સહજ' આંખો થઈ ભીની જરા?
ભાષા પ્રણયની જો મને સમજાય અહીં!