STORYMIRROR

Kinjal Pandya

Romance

4  

Kinjal Pandya

Romance

મેઘલા વાદળો

મેઘલા વાદળો

1 min
249

આવી રહયો છું હું જલદી,

કહેજો મારી પ્રિયતમાને, દુ:ખી ન થાય લગાર,

મેઘલા વાદળો એ આજ આપ્યો અણસાર.


ચાતક હવે બસ થોડી જ વાર,

સંભળાઈ રહયો મને રાગ મલહાર,

મેઘલા વાદળો એ આજ આપ્યો અણસાર.


તારી તૃષ્ણાની હું કરીશ તૃપ્તિ,

તારા મિલનના સજાવી નવલા શણગાર,

મેઘલા વાદળો એ આજ આપ્યો અણસાર.


મયુર પંખ ફેલાવી થનગને ચારેકોર,

વનરાજીમાં ખુશ થઈ કોયલી કરે ટહુકાર,

મેઘલા વાદળો એ આજ આપ્યો અણસાર.


મન ગમતી મેઘાનું નામ સાંભળી,

પ્રેમીઓના હૈયા મલકાય ને હરખાય,

મેઘલા વાદળો એ આજ આપ્યો અણસાર.


રાધા રાહ જોઈ તારી બ્રિજવનમાં

માધવની મોરલીના સૂર સંભળાય,

મેઘલા વાદળો એ આજ આપ્યો અણસાર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance