યાદમાં સનમની
યાદમાં સનમની
યાદોની મહેફિલ ભરી બેઠા છીએ,
હાથોમાં જામ લઈને બેઠા છીએ.
કોશિશ કરી હતી તને ભૂલવાની,
પણ વધુ યાદ કરીને બેઠા છીએ.
ગટગટાવી છે શીશીઓ જોશમાં,
દુઃખોનો ભાર લઈને બેઠા છીએ.
વફા પર સનમ આવી તે બેવફાઈને,
જીરવવા મયખાના બહાર બેઠા છીએ.
શું કહીએ હાલત નાજુક દિલની હવે,
આંસુની ધારે ધાર લઈને બેઠા છીએ.

