STORYMIRROR

Kuntal Shah

Romance

4  

Kuntal Shah

Romance

સ્વપ્નમિલન

સ્વપ્નમિલન

1 min
164

સાંજના દરવાજા પર,

અચાનક દસ્તક પડી’તી,

ખોલીને જોયું, તો સામે,

એક ભીની યાદ ઉભી’તી.


નજરથી નજર મળતાં,

બધીય લાગણી પીગળી’તી,

હોઠ હતાં સાવ મુક,

નજરો નીચે ઢળી’તી.


ઘરનાં એક ખૂણે,

એક રાત જાગી’તી,

બે હૈયાનાં મિલનની,

શમા જલતી રહી’તી.


પવનથી બારી ખુલતાં,

સપનેથી આંખ ખુલી’તી,

બારીમાંથી જોયું તો,

બાવળે કળી ફૂટી’તી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance